Samaj Emblem

Idar Bhavsar Samaj

Connecting Samaj...
Est. Since Generations

A Great Legacy of Our Community

History of Bhavsar Samaj

7+

Team Members

261+

Community Total

166+

Head Members

24/7

Member Support

Our Vision

To nurture a connected, digital, and culturally vibrant community that grows together while staying rooted in our divine traditions.

Our Mission

Empowering every member through education, professional networking, and shared community resources across the globe.

Core Values

Unity, Integrity, Empathy, and Preservation of our ancestral heritage. These pillars guide every decision of the Samaj.

Our History

શ્રી ઈડર ભાવસાર સમાજ

સ્થાપના: ૧૯૭૩

રજી. નં. A/૭૧૪ સા. કાં.

સ્મરણિકા:

શ્રી ઈડર ભાવસાર સમાજની વિધિવત પ્રથમ હોદ્દેદાર સમિતિનું નેતૃત્વ સંવત ૨૦૨૮-૨૯ (વર્ષ ૧૯૭૨-૭૩) દરમિયાન કરવામાં આવ્યું હતું. તેમાં લક્ષ્મીપુરા ગામના શ્રી કોદરલાલ મગનલાલ ભાવસારપ્રમુખ પદ સંભાળ્યું હતું તેમજ મઉ ગામના શ્રી મણિલાલ કોદરલાલ ભાવસારમંત્રી પદ સંભાળ્યું હતું. તેમનો મુખ્ય હેતુ સમાજની સામૂહિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો તથા સમૂહલગ્નના આયોજનને પ્રોત્સાહન આપવાનો હતો.


પ્રથમ સમૂહલગ્ન સંવત ૨૦૨૯ મહાસુદ ૫, તા. ૦૮-૦૨-૧૯૭૩ ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો. દ્વિતીય સમૂહલગ્ન તા. ૨૧-૦૨-૧૯૭૫ ના રોજ યોજાયો હતો. સંવત ૨૦૩૦ કાર્તિક સુદ નોમ રવિવાર તા. ૩૧-૧૦-૧૯૭૭ ના રોજ ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીના પ્રાંગણે મળેલી સાધારણ સભા (એહવાલ નં. ૧) દ્વારા આપણા સમાજનું બંધારણ રચાયું હતું. ત્યારબાદ સમયાંતરે તા. ૧૬-૦૧-૨૦૦૩ ના રોજ સુધારા સાથે નવીન બંધારણ પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું.

સમૂહલગ્ન આપણા સમાજની ધરોહર છે, જેનું આયોજન સફળતાપૂર્વક ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીના પ્રાંગણે કરવામાં આવે છે. આપણા સમાજની આજની સમૃદ્ધિમાં સમૂહલગ્ન તથા નવી પેઢીના આધુનિક શિક્ષણ પ્રત્યેના વધતા ઝુકાવનો વિશેષ ફાળો રહ્યો છે.

સંવત ૨૦૭૭નું વર્ષ સંપૂર્ણ સમૂહલગ્ન માટે નિર્ધારિત હતું, પરંતુ વિશ્વવ્યાપી મહામારી તથા અન્ય કારણોસર તે યોજાઈ શક્યું નહોતું. અત્યાર સુધી સમૂહલગ્નનું આયોજન બે દિવસ માટે કરવામાં આવતું હતું, પરંતુ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને છેલ્લી સાધારણ સભામાં તેને એક દિવસનું આયોજન કરવા મંજૂરી આપવામાં આવી છે.

અમે ગર્વ અનુભવી શકીએ કે અત્યાર સુધીમાં ૪૫૦ કપલે આ વ્યવસ્થાનો લાભ લઈ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો છે.

વિશેષ નોંધ:

શ્રી ઈડર ભાવસાર સમાજના ગૌરવપ્રદ ઇતિહાસના બાવન માં વર્ષે એક દિવસીય સમૂહલગ્નનો સુવર્ણ અવસર નિમિત્તે રજત સમૂહલગ્નોત્સવ સંવત ૨૦૮૧ મહાવદ-૪, રવિવાર તા. ૧૬-૦૪-૨૦૨૫ ના શુભ દિવસે સંપૂર્ણ સંતોષ સાથે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર ટીમના સહયોગથી આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.